જળસંચય મહા અભિયાનમાં પ્રત્યેક જન સહયોગમાં જોડાય તેવા અધિકારી પ્રયાસ કરે -પ્રભારી સચીવ મોના ખંધાર

જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજાઇ

 

            રાજય સરકારે જન ભાગીદારીને જોડી સુજલામ સુફલામ યોજના હેઠળ હાથ ધરેલ જળ સંચયના આ મહા અભિયાનમાં પ્રત્યેક જન સહયોગમાં જોડાય જોડાય અને જિલ્લામાં જળ સ્ત્રોત ઉંડા ઉતારવાના કામો વધુ પ્રમાણમાં થાય તે માટેના તમામ પ્રયાસો કરવા જિલ્લાના સબંધિત અધિકારીઓને જિલ્લા પ્રભારી સચિવ મોનાબેન ખંધારે મોરબી જિલ્લા જળ મહા અભિયાન કામગીરીની  હળવદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી કામગીરી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

         જળ મહા અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં ચાલી રહેલા ૮૨ જળસ્ત્રોત ઉંડા કરવાના કામો તેમજ ૯૮ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. તેની જાણકારી મેળવી હતી અને જણાવ્યું કે જે કામો થાય તે નિયત કરેલ ઉંડાઇ, પહોળાઇ અને મજબુત થાય, પાળા પણ મજબુતથાય તેના ઉપર ટેકનિકલ સ્ટાફનું સુપરવિઝન બરોબર થાય તે જરૂરી છે. તેમ જણાવ્યું હતું.

        પ્રભારી સચિવ ખંધારે કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તેમજ થયેલ તળાવ, કેનાલોના પાળા પાસે ચોમાસામાં વૃક્ષારોપણ વધુને વધુ થાય તે માટે કામગીરી આયોજન કરવા પણ જણાવ્યું હતું. તેમજ કામોની ડોકયુમેન્ટ્રી તૈયાર કરવા સબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.

       બેઠક પૂર્વે સચિવએ હળવદ તાલુકાના સાપકડાગામે ચાલી રહેલા તળાવના કામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ જિલ્લામા ચાલી રહેલા જળ સંચયના કામોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  ડી.ડી. જાડેજા, નાયબ કલેકટર શીવરાજસિંહ ખાચર સહિત જળ સંચય સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat