

ટંકારાની સરદાર પટેલ વિધાલયના સંચાલક સ્વ.રમેશભાઈ અરજણભાઈ ભાગીયાના સ્મરણાર્થે મોરબી IMAના સહયોગથી તા.૮ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ સરદાર પટેલ વિધાલય ટંકારા ખાતે વિના મુલ્યે સર્વ નિદાન કેમ્પ યોજાશે.આ કેમ્પમાં ઓર્થોપેડિક ડો.સાગર હાંસલિયા,ડો.સુકાલીન પટેલ અને ડો.વિનોદ કૈલા,સ્કીનના ડોકટર ડો.ભાવેશ શેરસીયા.ડો.અજય છત્રોલા અને ડો.પૂજા કાલરીયા,બાળરોગ નિષ્ણાત ડો.જયદીપ પટેલ,ડો.ધુલે,ડો.નયન પટેલ અને ડો.અલ્કેશ રાંકજા,જનરલ ફીઝીશીયન ડો.રવિ ઉધરેજા,ડો.ચિરાગ અઘારા,ડો.પીનલ પટેલ અને ડો.ચિરાગ સામલીયા,જનરલ સર્જન ડો.ડી.એમ.કગથરા,ડો.અમિત ગામી અને ડો.મયુર જાદવાની,સ્ત્રી રોગ નિષ્ણાત ડો.જે.એલ.દેલવાડીયા અને ડો.કૃષ્ણ ચગ,આંખના ડો.શૈલેષ પટેલ,કાન,નાક અબે ગળા ના ડોકટર ડો.અલ્કેશ પટેલ,દાંતના ડો.મનોજ કૈલા અને ડો.નીતિન પટેલ તથા ફિજીયોથેરાપીસ્ત ડો.બ્રિજેશ કૈલા પોતાની સેવા આપશે.આ નિદાન કેમ્પનો લાભ લેવા સ્વ.રમેશભાઈ અરજણભાઈ ભાગીયાના પરિવારજનો તથા મિત્ર મંડળ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.