Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં તમામ એજન્ડાઓ મંજુર

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી અધ્યક્ષ હેમાંગ રાવલ અને ડીડીઓ એસ એમ ખટાણાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં તમામ ૧૦ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી 

        મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ગત તા. ૨૭-૦૨ ની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવાના એજન્ડામાં કાર્યવાહી નોંધ સંબંધે સભ્યો તરફથી કોઈ સૂચનો કે વાંધા રજુ ના કરાતા બહાલી આપવામાં આવી હતી તેમજ તા. ૨૭-૦૨ ની કારોબારી સમિતિની અમલવારી નોંધને બહાલી આપવા તથા ગત કારોબારી સમિતિના થયેલ ઠરાવોની અમલ્વારીને હાજર રહેલા સદસ્યો દ્વારા બહાલ રાખવા નિર્ણય કરવાના એજન્ડાને મંજુરીની મહોર લાગી છે

તે ઉપરાંત કન્ટ્રકશન ઓફ વેટેનરી ડિસ્પેન્સરી એટ વિલેજ ચરાડવા તા. હળવદ તથા નવા દેવળિયા તા. હળવદ ખાતેની વેટેનરી ડિસ્પેન્સરી માટે મંજુરી આપવામાં આવી છે તદુપરાંત જીલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓની ચેમ્બરમાં રીવોલ્વીંગ ખુરશી અને મુલાકાતીઓ માટે ખુરશી ખરીદી કરવી, કચેરી માટે ડસ્ટબિન ખરીદી કરવી, જીલ્લા પંચાયત મોરબીની ગાડીમાં સર્વિસ તેમજ ઈમરજન્સી લાઈટ નાખવા, ગાડીમાં ટોપ રીપેરીંગ કરવા, જીલ્લા વિકાસ અધિકારીના સરકારી ક્વાર્ટરમાં એસી ખરીદવા, તેમજ જીલ્લા પંચાયત મોરબી માટે સમાચાર પત્ર શરુ કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat