



વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. વિધાનસભા ચુંટણીમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રસ ઉપરાંત એનસીપી અને જનવિકલ્પ મોરચો એમ ચોપાંખિયો જંગ ખેલાય તેવી સંભાવના જણાઈ રહી છે તો તે ઉપરાંત અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક પટેલ અને વ્યસનમુક્તિ અને યુવાનોને રોજગારીના મુદા સાથે અલ્પેશ ઠાકોર સરકાર સામે બાયો ચઢાવી છે જેથી વિધાનસભા જંગ રસપ્રદ બની રહેવાનો છે. ત્યારે હાર્દિક પટેલના મોરબીમાં રોડ શો અને વિવિધ કાર્યક્રમો બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટંકારામાં સભા ગજવી ચુક્યા છે તો આજે દશેરાના દિવસે મોરબીના ટાઉન હોલ ખાતે જનાદેશ મહા સંમેલન કાર્યક્રમ આજે બપોરે ૩ કલાકે યોજાશે જેમાં પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ઠાકોર, ઉપરાંત મોરબી જીલ્લા પ્રભારી ચેતન ઠાકોર, મોરબી જીલ્લા પ્રમુખ ભરત ઠાકોર, મોરબી જીલ્લા ઉપપ્રમુખ ભાણજીભાઈ ઠાકોર અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ રમેશ ઉઘરેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

