મોરબીના જુના નાગડાવાસ ગામે દારૂના દરોડા, દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 

મોરબી  તાલુકા પોલીસની ટીમે જુના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી અને વાડામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે એકનું શોધખોળ હાથ ધીર છે

મળતી માહિતી મુજબ મોરબી તલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા જુના નાગડાવાસ ગામે દેવાયતભાઈ ઉર્ફે ભાનુભાઈ મુળુભાઈ ઉર્ફે બચુભાઈ ખાંભરાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૫૩ કીમત રૂ.૬૫૦૮૦ અને ગગુભાઈ સુખાભાઈ બરારીયાના વાડામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૮ કીમત ૩૫૪૫૦ ના મુદામાલ કબજે કરી આરોપી દેવાયતભાઈ ખાંભરાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી આઈ વિરલ પટેલ, જયદેવસિંહ ઝાલા, નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, કેતનભાઈ અજાણા, ઇકબાલભાઈ સુમરા સહિતની ટીમે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat