Billboard ad 1150*250

મોરબીની સિવિલ હોસ્પિટલમાં દારૂડીયો ધસી આવ્યો

0 478

મોરબીની સિવિલ હોસ્પિટલમાં શનિવાર સાંજના સમયે એક દારૂડિયો નશામાં ધુત હોય, બેફામ ગાળો બોલતો હોસ્પિટલમાં આમથી તેમ ઘૂમ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે ગાળાગાળી કરી હતી તેમજ હોસ્પિટલના સ્ટાફને પણ પરેશાન કર્યો હતો. દારૂડિયાએ થોડીવાર સુધી આતંક મચાવ્યો હતો.દારૂડિયા સામે સિવિલનો સ્ટાફ કે ડોક્ટર કોઈ તેની સામે બોલવાની કે તેને રોકવાની હિમત કરી શક્યા ના હતા.આ અગાઉ હોસ્પિટલમાં શરુ કરવામાં આવેલી પોલીસ ચોકી પણ બંધ જ જોવા મળે છે જેથી કરીને પોલીસ કે સિક્યુરીટી ગાર્ડના અભાવે હોસ્પિટલ રેઢુ પડ બની રહ્યું છે જ્યાં આવા આવારા તત્વો મરજી ફાવે તેમ વર્તન કરે છે જેને રોકનાર કે ટોકનાર કોઈ નથી જેથી પોતાની મનમાની ચલાવી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા હોય છે. તો સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ગઈકાલે સાંજે મીટીંગમાં વ્યસ્ત હોય, આ ઘટનાની તેમને મોડેમોડે જાણ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat