

મોરબી રાજકોટ હાઈવેં પર આવેલ અંજતા કલોક સામે રોડ ક્રોસ કરતા બે રાહદારીઓને સ્કુલ બસના ચાલકે હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પાવડીયાળી ગામ નજીક રહેતા ચંદુભાઈ નરશીભાઈ વાઘેલા અને વિજયસિંહ રાજુભા ઝાલા મોરબી રાજકોટ હાઈવે પર જતા હોય દરમિયાન અજંતા કલોક કારખાના સામે રોડ ક્રોસ કરતા હોય દરમિયાન અજાણી પીળા કલરની સ્કુલ બસના ચાલકે પોતાની બસ પુર ઝડપે ચલાવીને બંનેને હડફેટે લેતા અકસ્માત કરી ચંદુભાઈને ડાબા પગના સાથળના ભાગે ઈજા કરી, કેડના ભાગે ઈજા કરીને ફેકચર જેવી ઈજા પહોચી હતી તો વિજયસિંહ રાજુભા ઝાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ચંદુભાઈ નરશીભાઈ વાઘેલાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.