પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા




પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે 26મી નવેમ્બર, 2022 સુધી જાહેર કરવામાં આવી હતી તેને હવે 28મી જાન્યુઆરી, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ અમદાવાદથી 03 ડિસેમ્બર, 2022 થી 28 જાન્યુઆરી, 2023 સુધી દર શનિવારે અમદાવાદથી 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 04 ડિસેમ્બર, 2022 થી 29 જાન્યુઆરી, 2023 સુધી દર રવિવારે ઓખાથી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09435/36 નું બુકિંગ 27 નવેમ્બર, 2022 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે

