


આત્મા પ્રોજેકટ મોરબી અને ખેડુત તાલીમ કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે મોરબીના ગોકુલ ફાર્મ એન્ડ પાર્ટીપ્લોટ ખાતે યોજાયેલ કૃષિ મેળો (કૃષિ પ્રદર્શન) અને પાક પરિસંવાદ-૨૦૧૭ નું જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ દિપ પ્રગટાવી ઉઘ્ઘાટન કર્યુ હતું આ કૃષિ મેળાનો મોટી સંખ્યામાં ખેડુત ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. મેળામાં આત્મા પ્રોજેકટના અને કૃષિ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી ખેડુતોને વૈજ્ઞાનિક ઢબે કૃષિ ઉત્પાદન માટે સારા બિયારણ, ખાતર અને દવાઓની વિસ્તૃત જાણકારી આપી હતી