


મોરબીના જેપુર ગામે એકલવાયું જીવન જીવતા વૃધ્ધાએ કંટાળી જઈને અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેપુર ગામે રહેતા રેવીબેન ભગવાનજીભાઈ પટેલ (ઉ.૭૫) એ અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું હતું. વૃધ્ધાએ એલકવાયા જીવન થી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

