બે ડમ્પર ધડાકાભેર અથડાયા બાદ એક ડમ્પર રેલ્વે ટ્રેક સુધી પહોંચી ગયું

મોરબીના નવલખી રોડ પર બેફામ ગતિએ દોડતા ડમ્પર અકસ્માતો સર્જતા હોય છે જેમાં આજે વધુ એક અકસ્માત સવારમાં સર્જાયો હતો બે ડમ્પર સામસામે અથડાયા બાદ એક ડમ્પર પાળી પરથી રેલ્વે ટ્રેક સુધી જઈ ચડ્યું હતું

મોરબીના નવલખી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો પર લગામ કસવા માટે અનેક રજુઆતો કરવામાં આવી છે અને આ માંગને લઈને મોરબી તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથીની આગેવાનીમાં રેલી અને આવેદન આપવામાં આવ્યા છતાં નીમ્ભર તંત્ર અને જવાબદાર પોલીસ તંત્ર કોઈ પગલા ભરતું ના હોય જેથી નવલખી હાઈવે પર અકસ્માતનો સતત ભય તોળાયેલો રહે છે તો બેફામ સ્પીડે દોડતા બે ડમ્પર આજે બરવાળા નજીક સામસામાં ધડાકાભેર અથડાયા હતા જેમાં એક ડમ્પર રોડની સાઈડમાં આવેલા રેલ્વે ટ્રેક સુધી પહોંચી ગયું હતું જે અકસ્માતના બનાવમાં એક ડ્રાઈવરને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

તો હાઇવે પર બેફામ દોડતા ડમ્પરોને રોકવામાં તંત્ર ઉદાસીન વલણ દાખવે છે કે પછી કોઈ લાભ મળી રહે છે તેવા સવાલો પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે અને આ વિસ્તારના ગ્રામજનો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે પરંતુ હાઈવે ટ્રાફિક પોલીસને ગ્રામજનોની પીડા સમજાતી નથી અને બેફામ દોડતા ડમ્પરોને રોકવા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી ગ્રામજનોએ નારાજગી દર્શાવી હતી

Comments
Loading...
WhatsApp chat