Billboard ad 1150*250 Billboard ad 1150*250

મેઘપર ગામે ઢોર ચરાવવા બાબતનો ખાર રાખી ત્રણ શખ્શોએ યુવાનને ઢીબી નાખ્યો

માળિયા તાલુકાના મેઘપર ગામે ખેતરમાં ઢોર ચરેલ તે બાબતનો ખાર રાખી ત્રણ શખ્શોએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

માળિયાના મેઘપર ગામના રહેવાસી શૈલેશ દેવશી સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ અગાઉ સાતમના દિવસે ખેતરમાં ઢોર ચરેલ તે બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપી કેહા અણદા દેવીપુજક, સિંધા કેહા દેવીપુજક અને પેથા અણદા દેવીપુજક રહે ત્રણેય મેઘપર વાળાએ લાકડી વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદને પગલે પોલીસે આરોપી સિંધા દેવીપુજકને ઝડપી લીધો છે જયારે અન્ય બેની શોધખોળ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat