મોટા દહીસરા ગામે બદલી બાદ શિક્ષકની ગેરહાજરીથી શિક્ષણકાર્ય ઠપ્પ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી કરવામાં આવી હોય અને તેના સ્થાને અન્ય શિક્ષક મુકાયા હોય જોકે શિક્ષકે હાજર થયા બાદ ફરજ પર આવતા ના હોવાથી શિક્ષણ કાર્ય ઠપ્પ થયું છે જેથી વિદ્યાર્થીનીઓનો અભ્યાસ બગડી રહ્યો છે

        શ્રી મોટા દહીંસરા ગ્રામ પંચાયતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ગત તા. ૧૫-૦૭ ના રોજ અરસપરસ બદલી કેમ્પમાં મોટા દહીંસરા કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા આદ્રોજા દિવ્યાબેનની બદલીમાં પંચાસરા મેહુલને મોટા દહીંસરા કન્યા શાળામાં અરસપરસ બદલી હુકમો કરી શાળામાં તા. ૧૬-૦૭ ના રોજ હાજર થયેલ જોકે બાદમાં આજસુધી શિક્ષક શાળાએ આવેલ નથી જેને પગલે શાળામાં શૈક્ષણિક કાર્યને ગંભીર અસર થાય છે અગાઉ પણ મૌખિક રજૂઆત કરી હતી છતાં કોઈ પગલા ભર્યા નથી જેથી જો શિક્ષક હાજર નહિ થાય તો પાંચ દિવસ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવશે જેથી પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat