



મોરબી પંથકમાં તસ્કરોએ હાહાકાર મચાવી લાભ પાંચમની રાત્રીના શનાળા નજીકના ત્રણ શો રૂમમાં ધામા નાખ્યા હતા તો સોમવારે રાત્રીના જ આમરણ ગામમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા જેમાં એક સાથે ચાર દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબી પંથકમાં શિયાળાના પ્રારંભે જ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો હોય તેમ શનાળામાં જયારે ત્રણ શો રૂમમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો તે જ રાત્રીના તસ્કર ટોળકી આમરણ ગામમાં ઉતરી હતી અને આમરણ ગામની બજારમાં આવેલી રઘુવીર મેડીકલ, નીમા મેડીકલ, શિવ સંજય હોટલ અને હસું ધનજી એન્ડ કંપની એમ ચાર દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં દુકાનની પાછળના ભાગેથી તેમજ કોઈ દુકાનમાં ઉપરના પતરા ઉચકાવી દુકાનમાં પ્રવેશ કર્યો હતો
જોકે તસ્કરોને રોકડ રકમ કે કીમતી સામાન હાથ લાગ્યો ના હતો જેથી ખાલી હાથે પરત જવું પડ્યું હતું જોકે પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે અને સોમવારે રાત્રીના શનાળા નજીક ત્રણ શો રૂમ અને આમરણ ગામની ચાર દુકાનોમાં ત્રાટકીને તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે જોકે શનાળા ચોરી પ્રયાસ માફક આમરણના બનાવ સંદર્ભે પણ સત્તાવાર પોલીસ ફરીયાદ નોંધાઈ નથી



