મોરબીના વાવડી રોડની પરિણીતાને ઘરેથી કાઢી મુક્યા બાદ ધાકધમકી

મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવી ફરિયાદ

        મોરબીની રહેવાસી પરિણીતાને રાજકોટના સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી ઘરેથી કાઢી મુકવામાં આવી હોય તેમજ બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જે મામલે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

        મોરબીના વાવડી રોડ પરના નંદનવન સોસાયટી રવિ પાર્ક નજીકના રહેવાસી હર્ષાબેન રમેશભાઈ બાબર (ઉ.વ.૨૬) નામની વાણંદ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ હાર્દિક ધીરૂભાઈ રાઠોડ, મનોજભાઈ બટુકભાઈ મિયાત્રા અને હીરાબેન મનોજભાઈ મિયાત્રા રહે બધા નાગરાજ ૧ મીરનગર કોર્નર રૈયા રોડ રાજકોટ વાળાએ ફરિયાદીને નાની બાબતમાં ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી પતિ તેમજ સાસુ સસરાએ પરિણીતાને ઘરેથી પહેરેલ કપડે તેના પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુક્યા બાદ વર્ષ ૨૦૧૭ ના ઓગસ્ટ માસમાં મોરબી ખાતે ફરિયાદીના પિતાના ઘરે આરોપીઓએ આવી પરિણીતાને ગાળો આપી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી હાર્દિક રાઠોડે ફરિયાદી પાસેથી ૫ લાખની માંગણી કરી હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat