મોરબી સબ જેલનો કેદી જામીન મુક્ત થયા બાદ ફરાર, જેલરે નોંધાવી ફરિયાદ

સબ જેલના અધિક્ષકે નોંધાવી ફરિયાદ

મોરબીની સબજેલનો કેદી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ નિયમત સમયે જેલમાં હાજર નહિ થતા સબ જેલના અધિક્ષકે આ મામલે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મોરબી સબ જેલના અધિક્ષક પી કે ગઢવીએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગોવિંદ હરજી મહેશ્વરી (ઉ.વ.૨૫) રહે. ભારાપર તા. અબડાસા જી ભુજ વાળો કાચા કામનો આરોપી હોય જેને ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબી દ્વારા તા. ૧૦-૦૯ થી ૧૬-૦૯ સુધીના સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત કર્યો હોય અને તા. ૧૭-૦૯ ના રોજ સવારે ૧૦ કલાકે કાચા કામના અઆરોપીને જેલમાં હાજર થવાનો હુકમ કર્યો હતો જોકે આરોપી હાજર ના થયો હોય અને ફરાર થયો હોય જે મામલે ગુન્હો નોંધાવ્યો છે એ ડીવીઝન પોલીસે પ્રિઝન એક્ટની કલમ ૫૧ (બી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat