Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદમાં જૂથ અથડામણ બાદ આગજની અને તોડફોડ, પોલીસની દોડધામ

રાત્રીના બઘડાટી બોલ્યાં બાદ સ્ક્રેપના ડેલા અને દુકાનોમાં આગ ચાંપી

 

હળવદમાં મોડી રાત્રીના બનેલા જૂથ અથડામણના બનાવમાં મોડી રાત્રે આગજની અને તોડફોડ કરવામાં આવી હતી તો વાતાવરણ હજુ શાંત થયું નથી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સર્વત્ર ખડકી દેવાયા છે તો બજરંગ દલ અને વિહિપના બંધના એલાનને પગલે વેપારીઓએ દુકાનો બંધ રાખી છે

હળવદના જૂથ અથડામણ બાદ રાત્રીના સ્ક્રેપના ડેલા, દુકાનો અને બેકરીમાં આગ ચાંપી દેવામાં આવી હતી તેમજ તોડફોડ કરવામાં આવી હોય જે સિલસિલો સવારે પણ યથાવત રહ્યો હતો અને એક જુથે આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો તો પોલીસની ટીમોએ ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત સતત પેટ્રોલિંગ કરી રહી છે

બનાવ અંગે એક જૂથ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવનાર છે તો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દલના બંધના એલાનને પગલે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું હતું અને બનાવ અંગે આરોપીઓની ધરપકડ અને ન્યાયની માંગ સાથે આવેદન પાઠવશે

 

Comments
Loading...
WhatsApp chat