



મોરબી શહેર ઓદ્યોગિક રીતે સંપન્ન હોવા છતાં તંત્રના પાપે આ શહેરમાં હજુ પાયાના પ્રશ્નો ખદબદતા જોવા મળે છે અને પ્રજાને સુખાકારી આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે જેનું તાજું ઉદાહરણ શહેરની ખોખાણી શેરીમાં જોવા મળ્યું છે જેમાં ખાદો ખોદી બાદમાં તંત્ર ભૂલી જ ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
મોરબીના દરબાર ગઢ નજીક આવેલી ખોખાણી શેરીમાં પાઈપલાઈન રીપેરીંગ માટે પાણી પુરવઠા દ્વારા ખાદો ખોદવામાં આવ્યો હતો અને અંદાજે સપ્તાહ જેટલા સમય પૂર્વે ખાદો ખોદીને બાદમાં તંત્ર ભૂલી જ ગયું છે આ ખાડાનું બૂરાણ કરવું જરૂરી છે અને એમ જ છોડી જતા રહેતા ખુલ્લો ખાડો લત્તાવાસીઓ માટે અકસ્માતના નોતરાં સમાન બની રહે છે
તો ખાદો ખોદે તે પડે ઉક્તિ પણ ખોટી સાબિત થઇ રહી છે અને અહી તો તંત્રના ખોદેલા ખાડામાં નિર્દોષ નાગરિકોને ખાબકવાનો વારો આવી રહ્યો છે અને કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે ખાડાનું બૂરાણ કરાય તેવી માંગ લત્તાવાસીઓ કરી રહ્યા છે



