Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં મોહરમની ઉજવણી બાદ ૯૦ લોકોની તબિયત લથડી

ગારીયા ગામે ઝાડા ઉલટીના બનાવને પગલે આરોગ્યની ટીમ દોડી

ગઈકાલે મોહરમ પર્વની ઉજવણી દરેક સ્થળે કરવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકામાં પણ ઉજવણી થઇ હતી અને વાંકાનેરના ગારીયા ગામે મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી જોકે ઉજવણી સંપન્ન થયા બાદ ૮૦ થી ૯૦ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા અને તબિયત લથડી હતી

વાંકાનેરના ગારીયા ગામે મોહરમની ઉજવણી બાદ ૯૦ જેટલા લોકોની તબિયત બગડી હતી અને એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા મેસરિયા પીએચસી ટીમ સહિતની ત્રણ ટીમો ગારીયા ગામે દોડી ગઈ હતી બનાવ અંગે મેડીકલ ઓફિસર બ્રિજેશ મુંગ્રાએ જણાવ્યું હતું કે મોહરમના ભોજન બાદ આ ઘટના ઘટી હતી જેમાં ૪૦ લોકોને ઝાડા, અન્ય ૪૦ લોકોને પેટમાં દુખાવો અને ઉલટી થવી જયારે અન્ય ૧૦ ને સામાન્ય તકલીફો થઇ હતી જોકે ખોરાકને પગલે તબિયત લથડી હતી કે પીવાનું પાણી દુષિત હતું તે સ્પષ્ટ બન્યું નથી તો હાલ તમામ ૯૦ લોકોની તબિયત સ્થિર હોવાનું મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat