

વિધાનસભા ચુંટણીના પરધમ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો જોડ-તોડની નીતિ આપનાવી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેર-ઠેર પોસ્ટરો વચ્ચે પોસ્ટર વોર શરુ કરી દેવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં થોડા દિવસ આગાઉ પ્રદેશ કોંગેસ મહામંત્રી બ્રિજેશ મેરજા ગદાર હોવાના પોસ્ટર લાગ્યા હતા જેથી મોરબીનું રાજકારણ ગરમાયું હતું અને આ અંગે બ્રિજેશ મેરજાએ પોલીસમાં અરજી કરી હતી તો ફરીથી મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં નવનિયુક્ત મોરબી જીલ્લા પ્રમુખ લલિત કગથરા ગદાર હોવાના પોસ્ટર ટંકારા તાલુકા પંચાયત સામે લગતા ફરી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.આજ રોજ લલિત કગથરા વિરુદ્ધ જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જે બ્રિજેશ મેરાજના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જે બંને કૃત્યમાં એક જ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા પણ જણાઈ રહી છે કારણ કે બંને પોસ્ટરનું ફોરમેટ સરખું જોવા મળે છે અને બંને પોસ્ટરમાં મોબાઈલ નંબર પણ સરખો આપવામાં આવ્યો છે.આ પોસ્ટર લગાવવા પાછળ કોંગ્રેસનો જૂથવાદ કારણભૂત છે કે પછી વિરોધીઓ દ્વારા કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.