Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના દલડી ગામે સેવાસેતું કાર્યક્રમના બહિષ્કાર બાદ સેવાસેતુ કાર્યક્રમનું સુરસુરિયું

વાંકાનેર તાલુકાના દલડી ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે વીસેક ગામના લોકોને નડતરરૂપ રોડના પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો ના હોય જેથી ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હતો અને સેવાસેતુ કાર્યક્રમનું સુરસુરિયું થયું હોય તેવો ઘાટ સર્જાયો હતો

વાંકાનેરના દલડી ગામે આજે ચાર ગામો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો અને લોકોના પ્રશ્નો સ્થળ પર જ ઉકેલ આવે તેવું આયોજન કરાયું હતું પરંતુ કેરાળા રસ્તા મામલે વીસેક ગામના લોકો આઠ માસથી સ્થાનિક તંત્રથી લઈને કલેકટર સુધી રજૂઆત કરી ચુક્યા હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને સવારથી સાંજ સુધીમાં ચાર ગામના કોઈ અરજદાર કાર્યક્રમમાં એકપણ પ્રશ્ન લઈને આવ્યા ના હોય

જેથી સેવાસેતુ કાર્યક્રમ ઝીરો કામગીરી સાથે પૂર્ણ થયો હતો અને કાર્યક્રમનું સુરસુરિયું થયું હતું તેમ કહી સકાય જોકે અધિકારીઓએ ગામના સરપંચ તેમજ ગ્રામજનોને સમજાવટનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો ટસના મસ ના થયા હતા અને સેવાસેતુનો શો ફ્લોપ જોવા મળ્યો હતો

Comments
Loading...
WhatsApp chat