મોરબીના કુબેરનગરમાં મશ્કરી કરવા બાબતે બેટ ફટકારી ઇજા

મારામારી બાદ સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના કુબેરનગર વિસ્તારમાં મશ્કરી કરવા બાબતે બઘડાટી બોલી જતા બેટ વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે તો સામાપક્ષે પણ આરોપીઓએ માર માર્યાની વળતી ફરિયાદ કરી છે

મોરબીના કુબેરનગર વિસ્તારના રહેવાસી જયદેવસિંહ મહાવીરસિંહ રાણા (ઉ.વ.૩૫) વાળાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ કોઈ સાથે મશ્કરી કરતા હોય જેની માથાકૂટમાં આરોપી દિગપાલસિંહ બટુકસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ બટુકસિંહ જાડેજા રહે બંને કુબેરનગરવાળાએ ફરિયાદી અને સાહેદને ક્રિકેટના બેટથી માર મારતા ઈજા થઇ છે અને અજાણ્યા ચાર માણસોએ આરોપીને મદદગારી કર્યાનું જણાવ્યું છે

જયારે સામાપક્ષે દિગ્વિજયસિંહ બટુકસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી યુવરાજસિંહ મહાવીરસિંહ રાણા અને જયદેવસિંહ મહાવીરસિંહ રાણા એ બંને ભાઈઓએ ફરિયાદીના ઘર પાસે રહેતા જયદીપસિંહ જાડેજા સાથે ગાળો બોલી મારામારી કરતા હોય જેને છુટા પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી યુવરાજસિંહ રાણાએ માર મારી અને ફરિયાદીનો ભાઈ છોડાવવા જતા તેને પણ માર મારી ઈજા પહોંચાડી છે

Comments
Loading...
WhatsApp chat