મોરબીના વૃદ્ધ મંદિરે ગયા બાદ પરત ના ફરતા પરિવાર ચિંતાતુર

મોરબીના રહેવાસી વૃદ્ધ ગઈકાલે સાંજે મંદિર ગયા હોય જ્યાંથી પરત ના ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હોય અને આ મામલે એ ડીવીઝન પોલીસમાં ગુમસુદા નોંધ કરાવતા પોલીસે તપાસ ચલાવી છે

મોરબીના રહેવાસી મોહનભાઈ પ્રેમજીભાઈ ફુલેત્રા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ પોતાના નિત્ય ક્રમ મુજબ ગઈકાલે સાંજે ૭ કલાકે રવાપર મંદિરે ગયા હતા જોકે બાદમાં સમયસર ઘરે ના પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પરિવારે શોધખોળ ચલાવી હતી છતાં કોઈ પત્તો ના લાગતા પરિવારે એ ડીવીઝન પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરી ગુમસુદા નોંધ કરાવી હતી તેમજ પરિવારના સભ્યો ચોતરફ તપાસ ચલાવી રહ્યા છે તો વડીલ ક્યાય પણ જોવા મળે તો મોબાઈલ નં ૮૪૯૦૮ ૩૩૭૦૨ અને ૯૫૫૮૧ ૪૦૭૪૫ પર અથવા એ ડીવીઝન પોલીસ મથક નં ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ પર સંપર્ક કરવા પરિવારે અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat