દિવાળી બાદ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરશે

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ ના સમયગાળા માટે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૮ થી મોરબી જિલ્લાના ૩ (ત્રણ) APMC (માર્કેટીંગ યાર્ડ) મોરબી, વાંકાનેર અને હળવદ ખાતે થનાર છે.

જેમાં ટંકારા તથા માળીયા(મીં) ના ખેડુતો તેમની મગફળી મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણ માટે આવવાનું રહેશે. તમામ APMC કેન્દ્રો ખાતે ૧ નવેમ્બર ૨૦૧૮ થી ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધી ઓનલાઇન ખેડુત નોંધણી કરવામાં આવશે અને તા.૧૫/૧૧/૨૦૧૮ થી જે-તે ખરીદ કેન્દ્ર (APMC સેન્ટર) પર ખરીદીની કામગીરી ચાલુ થશે. જેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ/દસ્તાવેજની ઝેરોક્ષ નકલ નોંધણી સમયે રજુ કરવાની રહેશે.

(૧) આધાર કાર્ડની નકલ (૨) અદ્યતન ૭-૧૨, ૮-અ ના ઉતારાની નકલ (૩) ફોર્મ નંબર ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો જ પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો (૪) ખેડુતના નામે IFSC સહિતની બેંક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. આધાર કાર્ડ સિવાય નોંધણી થઇ શકશે નહી જેની ખાસ નોંધ લેવાની રહેશે. ઉકત ખરીદીમાં ૧ (એક) મણના રૂ.૧૦૦૦/- એટલે કે કિવન્ટલના રૂ.૫૦૦૦/- મુજબ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડુત દીઠ મગફળીના વાવેતર વિસ્તારના આધારે પ્રતિ દિન મહત્તમ ૨૫૦૦ કિ.ગ્રા. મગફળી ખરીદવામાં આવશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat