Billboard ad 1150*250 Billboard ad 1150*250

રફાળેશ્વર નજીક અકસ્માત બાદ ૧૦ શખ્શોએ ટ્રક-કારમાં તોડફોડ કરી, જાણો પછી શું કર્યું ?

રીક્ષામાં બેસાડી અપહરણ કરી ગયાની નોંધાઈ ફરિયાદ

રફાળેશ્વર નજીક ગત રાત્રીના સામાન્ય અકસ્માત સર્જાયા બાદ  ૧૦ લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો જેમાં ટ્રકમાં તોડફોડ કરી હતી તેમજ ટ્રકના ચાલક અને ટ્રાન્સપોર્ટ સંચાલક સાથે મારામારી કરી અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હરલાલ ચિત્રમાલ ચૌધરી રહે. મૂળ રાજસ્થાન અને હાલ મોરબીવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે તેના ટ્રાન્સપોર્ટ ટ્રક નં આરજે ૫૨ જીબી ૯૩૯ ની પાછળ આરોપી સલીમ મહેબુબભાઈનું મોટરસાયકલ પડી જતા આરોપીએ મારામારી કરી હતી તેમજ નુકશાનીના પૈસા આપવા જણાવતા ફરિયાદી હરલાલ ચૌધરી તેમજ સાહેદ રાજેશ અને મુકેશ જાટ રફાળેશ્વર  ફાટક પાસે ગયા હતા

જ્યાં આરોપી સલીમ મહેબુબ, તોફીક, ઈરફાન, દાઉદ, મકબુલ, અફઝલ, અનીલ, શાહરૂખ, પારસ અને ગેલાભાઈ નામના માણસો એમ ૧૦ ઇસમોએ બોલાચાલી કરી ત્રણેયને રીક્ષા નં જીજે ૩૬ યુ ૧૯૯૪ માં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કરી ગયા  તેમજ નુકશાની પેટે ૧૦,૦૦૦ આપવા કહી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

આરોપીઓએ અકસ્માત બાદ ટ્રકના કાચ ફોડી નુકશાન કર્યું હતું તેમજ બાદમાં ડસ્ટર કારમાં પણ તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો તેમજ બાદમાં રીક્ષામાં અપહરણ કરી લઇ ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

 

 

Comments
Loading...
WhatsApp chat