જીએસટી અમલીકરણના ૧૬ મહિના વીત્યા બાદ પણ જીએસટી નેટવર્ક ઠેરનું ઠેર

મોરબીમાં જીએસટી મામલે આવેદન પાઠવી રજૂઆત

જીએસટી કાયદો ખુબ જટિલ છે અને તેનું અમલીકરણ પણ જટિલ રીતે કરવામાં આવી રહ્યું છે જેથી અધિકારીઓની સત્તા અને સીસ્ટમની નિર્બળતા વચ્ચે વેપારી પીસાઈ રહ્યા છે અને સીસ્ટમ અપગ્રેડ કરવાની જરૂરિયાત હોય જે મામલે આજે મોરબીમાં આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે

નેશનલ એક્શન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્સ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે જીએસટી નેટવર્ક એકસાથે અંદાજે ૧,૫૦,૦૦૦ રીટર્ન ફાઈલ થઇ સકે છે દેશમાં જીએસટી નં ધરાવતા વેપારીની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે સર્વરને અપગ્રેડ કરવાની જરૂરિયાત છે તો અનેક કિસ્સાઓમાં વેપારીઓ અનેક દિવસ પ્રયત્ન બાદ પણ જીએસટી કંપલાયન્સ કરી સકતા નથી રીફંડ પ્રક્રિયા ખુબ જટિલ છે અને વેપારીઓને રીફંડ ૯૦ દિવસે પણ મળતું નથી જેથી સિંગલ વિન્ડો રીફંડ ક્લીયરન્સ સીસ્ટમ ડેવલપ કરવા માટે અને રીફંડ અરજી નિકાલ માત્ર ૨૦ દિવસમાં કરવાની માંગ કરી છે

વધુમાં જણાવ્યું છે કે જીએસટી નેટવર્ક સમસ્યા અંગે હેલ્પ સેન્ટરમાં ફોન કરવા છતાં કોઈ હેલ્પ મળતી નથી દરેક રીટર્ન સિંગલ ક્લિકથી ભરાવવા જોઈએ જે વેટ કાયદામાં જોગવાઈ હતી ટેક્સ અને રીટર્ન ભરવા વચ્ચે ઓછામાં ઓછો ૧૦ દિવસનો સમયગાળો હોવો જોઈએ કારણકે ઘણી વખત ચલણ ભરાયા બાદ કેશ લેજરમાં નથી દેખાતા જેથી ત્યાં સુધી વેપારી રીટર્ન ભરી સકતો નથી પોર્ટલ ખામીને કારણે છેલ્લા દિવસે રીટર્ન ના ભરી શકનાર વેપારીને પેનલ્ટીમાંથી મુક્તિ મળવી જોઈએ, જીએસટીઆર ૯ કે જે વાર્ષિક પત્રક છે જે નાણાકીય વર્ષ બાદ નવ મહિનાની અંદર ભરવાનું હોય છે અને આજ સુધી તેની યુટીલીટી સરકાર દ્વારા નથી મુકવામાં આવી આમ દરેક સૂચનો જીએસટી સીસ્ટમ અને પ્રણાલીના છે જેથી સંસ્થાની માંગ અંગે યોગ્ય વિચારણા કરીને વેપારીઓના ફાયદા માટે કરેલી માંગણીઓને લઈને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat