



મોરબી જીલ્લામાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશન યોજના હેઠળના કરાર આધારિત કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને હડતાલ પર ઉતરી જતા આરોગ્યની સેવાઓ પ્રભાવિત થઇ છે જેથી આ મામલે ડીડીઓએ રાજ્યના મિશન ડાયરેક્ટરને પત્ર લખ્યો છે
મોરબી જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ એન એચ એમ મિશન ડાયરેક્ટર ડો. ગૌરવ દહિયાને પત્ર લખી જણાવ્યું છે કે એન.એચ.એમ આધારિત કર્મચારીઓ તા. ૧૪-૦૯ ના કચેરીને આવેદન પાઠવીને પોતાની માંગણીઓ રજુ કરી છે અને તા. ૧૮-૦૯ થી જીલ્લા પંચાયતના પટાંગણમાં હડતાલ પર ઉતર્યા છે એન.એચ.એમના તમામ કર્મચારીઓ હડતાલ પર હોય જેથી મોરબી જીલ્લાની આરોગ્ય વિષયક કામગીરીમાં વિપરીત અસર થઇ રહી છે અને રીપોર્ટીંગ તેમજ નાણાકીય કામગીરી પણ ખોરવાયેલી છે જેથી તેમની માંગણી અંગે નિયમાનુસાર હકારાત્મક નિર્ણય થઇ આવે તો આરોગ્ય લક્ષી કામગીરી માટે વધારે હિતાવહ રહેશે તેમ જણાવ્યું છે જેથી આપની કક્ષાએથી તાકીદે નિર્ણય કરવા ભલામણ કરવામાં આવી છે



