



મોરબીમાં સતવારા વૃદ્ધની માલિકીની કરોડોની કીમતી જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હોય જેમાં વકીલ સહિતના આઠ આરોપી સામે ફરિયાદ બાદ એક વકીલની અટકાયત કરવામાં આવી હતી જેને આજે કોર્ટમાંથી જામીન મળતા છુટકારો થયો છે જયારે એક એક આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી જે મંજુર કરી આરોપીને રાહત આપવામાં આવી છે
મોરબીના માધાપર વિસ્તારના રહેવાસી મલાભાઇ અરજણભાઈ ઉર્ફે અજાભાઇ હડીયલ (ઉ.વ.૬૨) વાળાએ આરોપી જગદીશ વાઘરીયા રહે રાજકોટ, ડી એમ પારેખ વકીલ રહે મોરબી શક્તિ પ્લોટ, જી એમ બારોટ વકીલ રહે પુનીતનગર, ધનાભાઇ સુરાભાઇ રબારી રહે શકત શનાળા મોરબી, એમ જે વાઘેલા વકીલ રહે રાજકોટ, વિજયસિંહ ડાભી રહે મેટોડા રાજકોટ, વનરાજ જેસંગભાઈ સીતાપરા રહે સુરેન્દ્રનગર અને હરદીપ જેના મોબાઈલ નં ૮૭૩૪૯ ૮૧૧૬૫ સહિતના તમામ આરોપી સામે તેની કરોડોની જમીન પચાવી પાડવાનું ષડ્યંત્ર રચ્યાનો અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કરી હતી
જે કરોડોની જમીન કોભાંડ કેસની તપાસ ડીવાયએસપીને સોપવામાં આવી હોય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે નોટરી અને વકીલ ડી એમ પારેખની ધરપકડ કર્યા બાદ આજે વકીલ ડી એમ પારેખનો જામીન પર છુટકારો થયો છે જ્યારે અન્ય આરોપી વકીલ જી એમ બારોટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે મંજુર રાખતા આરોપી વકીલને રાહત મળી છે



