મોરબી જિલ્લાના હોટલ માલિકો માટે “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હોટલ માલિકે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાનો રહેશે

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટૂરિસ્ટો આવતા જતાં હોય તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે “પથિક” સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોરબી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૩૩(૧) હેઠળ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકો એ નોંધી અપલોડ કરવાની રહેશે.

આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષક કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ ત્રીજો માળ, રૂમ નં.૨૦૬ એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ હુકમ તા.૨૧-૦૭-૨૦૨3 સુધી અમલ માં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

Comments
Loading...
WhatsApp chat