Billboard ad 1150*250

KBC સીઝન-૯મા જીતેલા રૂપિયા હળવદની શૌચાલય સમસ્યામાં વાપરવાની જાહેરાતથી સોસીયલ મીડિયામાં વિકાસની ટિકોનો દોર શરુ

0 786

કૌન બનેગા કરોડપતિ સિઝન-૯ માં હળવદના રૂપાભાઈ હડિયલ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા બની બિગ બી સામે હોટ સીટ પર બેસ્યા હતા અને રૂપિયા ૪૦ હજાર રકમ જીતવા સુધી પહોંચ્યા છે.દરમિયાન ૪૦ હજારની રકમ જીતી આ રકમ નું શુ કરશો તેવા સવાલના જવાબમાં રૂપાભાઈએ ૩૦હજારની રકમ શૌચાલય બનાવવામાં અને બાકીની રકમ નું શુ કરશો એના જવાબ માં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડબલા લઈ ને જતી સ્ત્રીઓને ટીવી પરદે બતાવી આવા શૌચાલય વગરના લોકો માટે શૌચાલય બનાવવા જાહેર કરતા આ મુદ્દો સોશ્યલ મીડિયામાં ભારે ઉહાપોહ મચાવી રહ્યો છે.
એક બાજુ દેશના વડાપ્રધાન વિકાસના ગૂંણ ગાન ગઈ રહ્યા છે ત્યારે તેમના વતન ગુજરાતની હાલત ટીવી પરદે ચમકતા લોકોમાં તરેહ તરેહ ની ચર્ચા વચ્ચે વિકાસનાં નામે ખોટા ધટીંગ સામે આવ્યા છે.આ બાબતે હળવદની ફ્રેન્ડસ યુવા સેવા ગૃપના પ્રમુખ વિશાલ જયસ્વાલ જણાવ્યું હતું કે હળવદ નો યુવાન જયારે કોન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર બેસી રમે છે ત્યારે ખુબ ખુશી ની વાત છે .
પરંતુ જયારે એના મોઢે એ વાત સાંભળવા મળી કે એમના ઘરે સૌચાલય નથી અને ગામમાં પણ ધણા ઘરે નથી ત્યારે મારે આપણા ગામ ના ધારાસભ્ય અને મંત્રી જ્યંતિભાઈ કવાડીયાને વિનંતી કરવી છે કે સરકાર અલગ અલગ રીતે જે લોકો કંઈક કરી બતાવે છે એને પ્રોત્સાહન આપે છે ત્યારે આ યુવક ના ઘરે અને ગામ માં જલ્દી થી જલ્દી સૌચાલય બનાવી આપે અને એ ભાઈ ને પ્રોત્સાહન આપે એવી મારી ઈચ્છા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat