



મોરબીના બગથળા ગામે હૃદયરોગની બીમારીથી પીડાતા પ્રૌઢનું હૃદયરોગના હુમલોથી મોત થયાની ઘટના સામે આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બગથળા ગામે રહેતા 66 વર્ષીય પ્રૌઢ કેશવજીભાઇ બાવજીભાઇ મેવાને પોતાના ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેમને મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

