ધોરણ ૧૨ સાયન્સમાં આદ્રોજા ઓમ ૯૯.૬૧ પીઆર સાથે ઉતીર્ણ



તાજેતરમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થયા છે જેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ ૮૩.૬૩ ટકા પરિણામ મેળવીને રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવ કયો છે.મોરબીના ટાઈલ્સના વેપારીના પુત્રે સાયન્સમાં ૯૯.૬૧ ટકા મેળવીને કમ્પ્યુટર એન્જીનીયર બનવાની ઈચ્છા વર્ણવી હતી.
હાલમાં ધોરણ ૧૨ સાયન્સના પરિણામો જાહેર થયા છે અને તેમાં વિધાર્થીઓએ સારું પરિણામ મેળવીને આનંદની લાગણી અનુભવી હતી જેમાં ઓમ રસિકભાઈ આદ્રોજાને ૧૨ સાયન્સમાં એ2 ગ્રેડ સાથે ૯૯.૬૧ ટકા મેળવાયા છે તેને મોરબી ન્યુઝ સાથે વાત-ચિતા કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓના પપ્પા રસિકભાઈ ટાઈલ્સના વેપારી છે અને તેઓ રૂપમ માર્કેટિંગ કરીને ટાઈલ્સનો શો રૂમ ચલાવે છે
તેમજ વધુમાં ઓમએ જણાવ્યું હતું કે તેઓ દિવસમાં ૭ થી ૮ કલાક વાચન કરતા તથા તેમની આ સફળતા મેળવવા માટે ખૂબ જ સપોર્ટ કર્યો છે. ૧૨ સાયન્સમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા પછી ઓમ ભવિષ્યમાં એન્જીનીયરીંગ ક્ષેત્રે જંપલાવીને કોમ્પ્યુટર એન્જીનીયર બનવા ઈચ્છે છે તેવી આશા વ્યક્ત કરી હતી.
ધોરણ ૧૨ સાયન્સમાં સફળ પરિણામ મેળવવા બદલ મોરબી ન્યુઝ પરિવાર તરફથી આદ્રોજા ઓમને ખુબ ખુબ શુભકામનાઓ………….

