બોર્ડર સીક્યુરીટી ફોર્સમાં જોડાવવા માટેના તાલીમવર્ગમાં પ્રવેશ

રોજગાર વિનિમય કચેરી અને બોર્ડર સીક્યુરીટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ, ગાંધીધામ,દાંતિવાડા અને ગાંધીનગર ખાતે ૩૦ દિવસના વિનામુલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સીક્યુરીટી ફોર્સ દ્વારા કરવામાં આવનાર છે જેમા ૧૮ વર્ષથી ૨૨ વર્ષ ૬ માસની ઉંમર; ૧૭૦ સેન્ટીમીટરની ઉંચાઇ અને ૮૦ સેન્ટીમીટરથી ૮૫ સેન્ટીમીટરની છાતી ધરાવતા (અપંગો સિવાય) ઉમેદવારો અરજી કરી શકે છે.

તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક મોરબી જિલ્લાના ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી, મોરબીને નિયત નમુનામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફોટો, આઇ ડી પ્રુફ, મેડિકલ સર્ટીફિકેટ, બેન્ક પાસબુક- વગેરેની નકલો સાથે તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.અરજી પત્રક રોજગાર વિનિમય કચેરી તરફથી વિના મુલ્યે મળી શકશે. તેમ રોજગાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat