


મોરબીના સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં બાળકોને શિક્ષણ સાથે ઈત્તર પ્રવૃતિઓ દ્વારા સર્વાંગી વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેમાં તાજેતરમાં એન્ટી ડ્રગ્સ ડે નિમિતે નાટકો રજુ કરીને બાળકોને વ્યસનમુક્ત બનવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી
સાર્થક વિદ્યામંદિરમાં એન્ટિ ડ્રગ્સ ડેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનમુક્તિ વિષય પર નાટક રજૂ કરી વ્યસનથી થતાં ગેરફાયદાઓ નો સંદેશો પાઠવ્યો હતો. વિવિધ વ્યસનોને અનુલક્ષી ને સર્વે લોકોમાં જાગરુકતા કેળવાય અને સહુ વ્યસન મુક્ત બને એવો વિદ્યાર્થીઓ અને આચાર્યોએ સંકલ્પ લીધો હતો. શાળા સંચાલક કિશોરભાઈ શુક્લએ આ દિનની ઉજવણી ને માત્ર વર્તમાન પૂરતી જ નહીં પરંતુ જીવનભર અનુસરવા માટેની પ્રેરણા આપી હતી

