અદાણી-હિંડનબર્ગ કેસની SCમાં સુનાવણી, શું સેબીને 6 મહિનાનો વધારાનો સમય મળશે?

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ મામલાની તપાસ માટે વધારાનો સમય માંગ્યો છે
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ મામલાની તપાસ માટે વધારાનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સેબીની માંગ પર તેને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, સેબીએ અગાઉ આ મામલાની તપાસ માટે કોર્ટ પાસે 6 મહિનાનો સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે આ મામલો ઘણો જટિલ છે તેથી તેમને આ મામલાની તપાસ માટે થોડો વધુ સમય જોઈએ. જોકે કોર્ટે છ મહિનાને બદલે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે અદાણી કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરીને રિપોર્ટ સોંપે.

આજે કોર્ટમાં થઈ સુનાવણી

સુપ્રીમ કોર્ટે આજે બુધવારે ફરી આ અરજી પર સુનાવણી કરી. જ્યાં સેબીએ ફરી એકવાર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું અને વધારાના સમયની માંગણી કરી. સોમવારે, કોર્ટે સેબીની અરજીની સુનાવણી છ મહિના લંબાવવાની માંગણી પર મુલતવી રાખી હતી. આજે ફરી આ મામલે સુનાવણી થઈ. સેબીનું કહેવું છે કે અદાણી-હિંડનબર્ગ મામલામાં કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવા માટે તેમને 6 મહિનાની જરૂર છે. તેમણે મામલાની જટિલતાને આધારે આ સમય માંગ્યો હતો. સેબીની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

સેબીએ તપાસને લઈને મોટી વાત કહી

સોમવારે આ મામલામાં સુનાવણી દરમિયાન સેબીએ કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાંથી કોઈ પણ તે 51 કંપનીઓનો ભાગ નથી. તેણે કોર્ટમાં કહ્યું કે અદાણીની કંપનીઓ 2016થી તેની ચાલી રહેલી તપાસમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના 88 પાનાના અહેવાલમાં, હિંડનબર્ગે અદાણી પર ખાતાઓમાં હેરાફેરી, શેરની વધુ કિંમતો સહિત અનેક ગંભીર આરોપો મૂક્યા હતા.

અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસ માટે વધારાનો ત્રણ મહિનાનો સમય આપવા માટે મંજૂરી આપી છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથ પર લાગેલા આરોપોની તપાસ માટે સેબીને 14 ઓગસ્ટ સુધી વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સેબીએ આ મામલાની તપાસ માટે વધારાના છ મહિનાનો સમય માંગ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat