Billboard ad 1150*250 Billboard ad 1150*250

ક્રિષ્ના ઉત્સવ મેળામાં જાણીતી અભિનેત્રી રીના સોનીની આજે ઉપસ્થિતિ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના ઉત્સવ મેળાની જોરદાર આયોજન કરવામાં આવે છે અને મેળાની સાથે સાથે લોકોને મનોરંજન મળી રહે તે માટે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે.જેમાં સંગીત જગત, બોલીવુડ, ગુજરાતી સિનેમા જગતની મહાન હસ્તીઓ ઉપસ્થિત રહીને લોકોને પોતાના સુર રેલાવે છે ત્યારે આજે અમાસની રાત્રીના ગુજરાતી સિનેમા જગતની જાણીતી અભિનેત્રી રીના સોની ઉપસ્થિત રહીને સુર રેલાવશે અને મોરબીવાસીઓને મનોરંજન પૂરું પાડશે

મોરબીમાં દરવર્ષે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના ઉત્સવ મેળાનું ઝાઝરમાન આયોજન કરવામાં આવે છે.યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં અવનવી રાઈડ થકી મોરબીવાસી મનમાણીને મેળાની મોજ લે છે ત્યારે મેળાની સાથે સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે.આજે અમાસની રાત્રીના મેળાની સાથે લોકો સંગીતના તાલે ઝૂમવા માટે ક્રિષ્ના ઉત્સવ મેળામાં ગુજરાતી સિનેમાના સુપ્રસિદ્ધ અભિનેત્રી રીના સોની આવી આવી રહ્યા છે.આ સંગીત સંધ્યાનો લાભ લેવા માટે યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા મોરબીની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat