Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં એકટીવા ધીમું ચલાવવા મામલે થયેલ માથાકૂટમાં ફરી મારામારી

મોરબીમાં એકટીવા ધીમું ચલાવવા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને ટ્રાવેલ્સ સંચાલક સહિતના ચાર શખ્સોએ દુકાનદારએ માર માર્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોધાઇ છે

 

 

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ નજીક કુળદેવી પાન પાસે બહુચર સીઝન સેંન્ટર નામની દુકાન ધરાવતા ભરતભાઈ દિનેશભાઈ કઝારીયા અને તેના પરિવારના સભ્યોને હિતેંન્દ્રસિહ ઉર્ફે હિતુભા સુખદેવસિહ જાડેજા, તેમના ભાઈ તેમજ બે અજાણ્યા માણસોએ કારમાં આવી લાકડી, ધોકા સહિતના હથિયાર વડે માર માર્યાની મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તો વધુમાં આઠેક દિવસ પહેલા ભોગ બનનાર ભરત ઉર્ફે ભૂરા કણઝારિયા અને તેના પરિવારે ટ્રાવેલ્સના ધંધાર્થી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાએ એક્ટિવા ધીમું ચલાવવાનું કહેતા ભરતે હિતેન્દ્રસિંહને માથામાં સિમેન્ટનો બ્લોક મારી દીધો હતો. આ બનાવના મનદુઃખમાં હિતેન્દ્રસિંહ સહિતના ચાર ઈસમો ફરિયાદી ભરતની દુકાને ઘસી ગયા હતા અને અગાઉની ઘટનાનો ખાર રાખી ફરિયાદી ભરતના બેન, ભાભી નાએ બાપુજીને માર મારતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat