


મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મકાન ભાડે આપનાર મકાનમાલિકોએ ભાડુઆતની વિગતો સંબંધિત પોલીસ મથકને આપવા જાહેરનામું અમલી હોવા છતાં ભાડુઆતની માહિતી આપવામાં આવી ના હોય જેથી પોલીસે મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા વશરામભાઈ મેતાએ આરોપી જયેશ જીવણભાઈ જુંજા રહે નવલખી રોડ લાયન્સનગર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જયેશભાઈ નામના મકાન માલિકે તેનું રહેણાંક મકાન પરપ્રાંતીય વ્યક્તિને છેલ્લા એકાદ વર્ષથી ભાડે આપ્યું છે જે પરપ્રાંતીય ભાડુઆત અંગે સંબંધિત પોલીસ મથકમાં જાણ નહિ કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાંનો ભંગ કર્યો છે મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે