રાજ્યકક્ષાની કલામહાકુંભ લગ્નગીત સ્પર્ધામાં નવજીવન વિદ્યાલયની બાળાઓની સિદ્ધિ


મોરબી જીલ્લાની નવજીવન વિધાલયની બાળાઓએ ઓગસ્ટ ૨૦૧૮ માં પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનીને રાજ્ય કક્ષાની કલા મહાકુંભ લગ્નગીત સ્પર્ધા ૨૦૧૮ માં ભાગ લીધો હતો જે ભરૂચ ખાતે યોજાઈ હતી
જે સ્પર્ધામાં અન્ડર ૧૪ ના વયજૂથમાં નવજીવન વિધાલયની બાળાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે વિજેતા બનીને શાળા તેમજ મોરબી જિલ્લાને ગૌરવ અપાવેલ છે સ્પર્ધામાં ભાગ લેનાર બાળાઓ ઘોડાસરા વિશ્વા, મેરજા દિશા, ચાવડા કેશવી, અઘારા શ્રુતિ, સઘાકિયા પ્રિયાંશી અને ત્રિવેદી દિયા (સહાયક) તેમજ કલા શિક્ષક તુષારભાઈ ત્રિવેદીને શાળા પરિવાર તરફથી કેમ્પસ ડાયરેક્ટર ડી.બી. પાડલીયા અને આચાર્ય અતુલભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે



