મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓની સિદ્ધિ, છેલ્લા ત્રણ વર્ષથી બી.એસ.સી. માં ગોલ્ડ મેડલ સાથે જીલ્લામાં ડંકો

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી B.Sc માં ગોલ્ડ મેડલ મેળવી મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ મોરબી જીલ્લામાં ડંકો વગાડ્યો છે

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ B.Sc બોટની વિષયનો ગોલ્ડમેડલ તેના નામે કર્યો છે. સળંગ ત્રણ વર્ષથી બોટની વિષયનો ગોલ્ડમેડલ નવયુગ કોલેજના સ્ટુડન્ટએ મેળવ્યો છે.

નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની વસિયાણી રીનાએ બોટની વિષયમાં યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સમાં વધુ માર્ક મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી સર્વોચ્ચ સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેઓને આ મેડલ કુલાધિપતિ, કુલપતિ અને શિક્ષણમંત્રીની હાજરીમાં આપવામાં આવ્યો હતો જે સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા છે.

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat