Billboard ad 1150*250

નવયુગ સ્પોર્ટ્સ ટીમનો ડંકો, નેશનલ લેવલે વિજેતા બની…

0 143
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નવયુગ સ્પોર્ટ્સ ટીમ નેશનલ લેવલે વિજેતા બની

Post ad 2

        નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાની રમતોમાં સિલેક્ટ થઇ અને નેશનલ લેવલ પર અમૃતસર પંજાબ રમવા ગયા હતા ત્યાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વોલીબોલ, રસ્સાખેંચ અને જુડોની રમતમાં ગોલ્ડ મેડલ તેમજ હેન્ડ બોલમાં સિલ્વર મેડલ મેળવીને નવયુગ અને મોરબી તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તમામ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નેપાળ રમવા જવા માટે પસંદગી થઇ છે જે અનન્ય સિદ્ધિ બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા તેમજ કોચ હેતલબેન ડોડીયાએ અભિનંદન પાઠવ્યા છે

નવયુગ બીએડ કોલેજનું ગૌરવ

        ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ ૨૦૧૯ ના રમતોત્સવમાં મેદાન મારતી નવયુગ બીએડ કોલેજની તાલીમાર્થીઓ જેમાં ૩૦૦૦ મીટર દોડ તેમજ ગોળા ફેંકમાં પટેલ બંસરી, ૮૦૦ મીટર દોડ અને બરછી ફ્રેંકમાં સવસાણી ડીમ્પલ પ્રથમ નંબરે આવેલ છે તેમજ ૩૦૦૦ મીટર દોડમાં યાદવ ઉર્વશી, ગોળા ફેંક અને બરચી ફેંકમાં સુમળ વિશ્વા અને લાંબી કુળમાં માકાસણા રિદ્ધિ અવ્વલ નંબરે આવી નવયુગ બીએડ કોલેજનું નામ રોશન કર્યું છે ખેલ મહાકુંભ રમતોત્સવમાં જુદી જુદી સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરેલ તાલીમાર્થીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat