

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ગ્રામિણ વિસ્તારમાં સ્વચ્છતા બાબતે લોક જાગૃતિ લાવવા તેમજ ખુલ્લામાં શૌચક્રીયા બંધ કરવા મોરબી જિલ્લામાં સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
દરેક ગામ ખુલ્લામાં સો ટકા શૌચમુકત બને અને દરેક વ્યકિત શૌચાલયનો ઉપયોગ કરે તે માટે વ્યકિતગત શૌચાલય દીઠ રૂા.૧૨ હજારની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. આ સંદર્ભે કરાયેલા સર્વે મુજબ ૨૦૧૭-૧૮ ના વર્ષમાં ૧૭૨ શૌચાલય બનાવવાનો લક્ષાંક સિધ્ધ કરી ૧૭૨ વ્યકિતગત શૌચાલયો બનાવાયા છે. આ માટે રૂા. ૨૦ લાખથી વધુ ખર્ચ કરાયો હતો. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-મોરબી દ્વારા જણાવાયું છે.



