Billboard ad 1150*250 Billboard ad 1150*250

દેશમાં કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝનો લક્ષ્યાંક સિદ્ધ, જેતપર આરોગ્ય કેન્દ્રમાં ઉજવણી

સમગ્ર દેશમાં ૧૦૦ કરોડ નાગરિકોને કોરોના રસીના ડોઝ આપીને સમગ્ર વિશ્વમાં ૧૦૦ કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક ભારત દેશે સિદ્ધ કર્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવી હતી

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી રસીકરણ કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ અને બાદમાં ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકો, ૪૫ વયથી વધુના નાગરિકો અને બાદમાં યુવાનોને રસીકરણ આપવાની શરુઆત કરાઈ હતી અને નવ મહિનામાં દેશભરમાં ૧૦૦ કરોડ રસીના ડોઝ આપવાનો લક્ષ્યાંક સિદ્ધ કરી ભારત દેશે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે

જે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી તો મોરબીના જેતપર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને મેડીકલ ઓફિસર સહિતનાઓએ ઉજવણી કરી હતી તો મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા અને ડો. વિપુલ કારોલીયાએ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી

 

કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિનેશન ની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજરોજ ભારતમાં સો કરોડ લોકોને વેક્સિનેશન અપાયું ત્યારે રાજપર પીએચસીના તમામ સબ સેન્ટર લીલાપર લખધીરનગર રવાપર સનાળા થી ચાચાપર થોરાળા ખાનપર આ બધા સબ સેન્ટર દ્વારા જ્યાં વેક્સિનેશન ચાલુ છે ત્યાંથી આ ફુગા વડે તથા દીપ પ્રજ્વલિત કરી સો કરોડ ડોઝ પૂર્ણ થયાની ઉજવણી આરોગ્ય કર્મી દ્વારા કરવામાં આવી આ જોઈ રાજપર મેડીકલ ઓફિસર  દિપક બાવરવા  તથા આયુષ મેડીકલ ઓફિસર જયેશ રામાવત તાલુકા હેલ્થ ઓફિસર  રાહુલ કોટડીયા  તથા રસીકરણ ઓફિસર  વિપુલ કારોલીયા આ કર્મીઓનો ઉત્સાહ વધાર્યો

 

Comments
Loading...
WhatsApp chat