માળીયામાં બે લૂટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો


માળિયા પંથકમાં નવરાત્રી પૂર્વે પદયાત્રીને તેમજ એક માસ પૂર્વે મહિલાના ઘરમાં ઘુસી છરીની અણીએ લૂંટ ચલાવનાર શખ્શને માળિયા પોલીસે ઝડપી લીધો છે.
માળિયામાં ઓગસ્ટ માસના અંતમાં લૂટનો બનાવ નોંધાયો હતો જેમાં ફરિયાદી મીનાજબેન શાહબુદીન ગોવાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે રાત્રીના સમયે આરોપી ફારૂક દિલાવર જેડા રહે. માળિયા વાળો તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો છરીની અણીએ ઘરમાંથી ૧.૮૦ લાખ રોકડ અને એક મોબાઈલ તેમજ ઘડિયાળ સહીત ૧.૮૧ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા તેમજ નવરાત્રીમાં માતાના મઢ જતા પદયાત્રી જયદીપસિંહ જાડેજા રહે. ભીમકટા તા. જોડિયા વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે માતાના મઢ કચ્છ પદયાત્રા કરીને જતો હોય ત્યારે રાત્રીના સમયે આરોપી ફારૂક અને ત્રણ અજાણ્યા શખ્શોએ મારામારી કરી તેની પાસેથી મોબાઈલ, સોનાની વીંટી અને રોકડ મળીને ૧૫,૦૦૦ ની લૂંટ ચલાવી છે. માળિયા પોલીસે આરોપી ફારૂક દિલાવર જેડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી જેમાં પી.એસ.આઈ.જે.ડી. ઝાલાના ને માહિતી મળી હતી કે ફારુક દિલાવર સરકારી હોસ્પિટલ પાસેના તળાવ નજીક છુપાયો હોવાની માહિતી મળતા ડી-સ્ટાફના મહિપતસિંહ,ભરતભાઈ,દેવશીભાઈ અને જયપાલસિંહ સાથે મળી ને આરોપીને જડપી લીધો છે.