હળવદમાં છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ૫ વર્ષે ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને દબોચી લીધો

 

હળવદ પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપી ૫ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં ચીટીંગ અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી જીતેન્દ્ર પરષોતમ ખેતરીયા (ઉ.વ.૪૦) રહે રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ, વિશ્વકર્મા સોસાયટી શેરી વાળાને રાજકોટ ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી છેતરપીંડીના ગુનામાં ૫ વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે ઝડપી લેવામાં સફળતા મળી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પોલાભાઈ ખાંભરા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, વિક્રમભાઈ ફૂગશીયા, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, રણવીરસિંહ જાડેજા, હરેશભાઈ સરવૈયા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat