મોરબીના ધરમપુર હત્યા કેસના આરોપીનો જામીન પર છુટકારો થયો

 

મોરબીના ચકચારી ધરમપુર હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હોય જે હત્યા કેસમાં હાઈકોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કરાયો છે

જે કેસની વિગતો જોઈએ તો મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ફરિયાદીના પતિ સાથે ઝઘડો થયેલ જેનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરીને મંડળી રચી લાકડાના ધોકા અને પથ્થર વડે ઘા કરી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને ૦૯ આરોપીને ઝડપી લીધા હતા

જે હત્યા કેસમાં આરોપી રાહુલ રમેશભાઈ ગડેશીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી આરોપી તરફેના વકીલની ધારદાર દલીલને પગલે કોર્ટે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે

જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા, મોરબીના ધારા શાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા

Comments
Loading...
WhatsApp chat