બેલા (આમરણ) ગામેથી ગેરકાયદેસર બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

sog ટીમે બાતમીને આધારે આરોપીને મુદામાલ સાથે દબોચી લીધો

મોરબી એસઓજી ટીમે આજે પેટ્રોલિંગ દરમિયાન બેલા આમરણ ગામ નજીકથી ગેરકાયદેસર બંદુક સાથે એક શખ્શને ઝડપી લઈને મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને તાલુકા પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીઆઈ એસ.એન. સાટીની ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોય જે દરમિયાન ખાનગી બાતમીને પગલે જુના બેલા ગામે પ્રાથમિક શાળા પાસેથી આરોપી હૈદર હસન કટિયા રહે. જુના બેલા તા. મોરબી વાળાને ગેરકાયદેસર બનાવટની મઝલ લોડ બંદુક કીમત ૫૦૦૦ સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

આ કામગીરી એસઓજી ટીમના પી.આઈ. એસ.એન.સાટી, એએસઆઈ અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા, પ્રવીણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા,ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાંણીયાએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat