મોરબીના નવા જાંબુડિયા ગામે દુકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ચોરી થયેલ મુદામાલ રીકવર કરાયો

        મોરબીના જાંબુડિયા ગામે દુકાનમાંથી અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ તાલુકા પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જાંબુડિયા ગામ પાસેના અર્પિતા કિરાણા સ્ટોર દુકાનમાંથી માલસામાન અને રોકડ સહીત ૧૧,૫૦૦ ના મુદામાલની ચોરી અંગે હસમુખભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ, પીએસઆઈ જી વી વાણીયા, અને નગીનદાસ નિમાવત સહિતની ટીમે તપાસ ચલાવી હતી જેમાં બાતમીને આધારે રફાળેશ્વર ગામ પાસેથી આરોપી રાજેશ ઉર્ફે રાજો ઉર્ફે કાલિયો કૌશલ આહીર (ઉ.વ.૨૫) રહે મૂળ બિહાર હાલ જાંબુડિયા વાળાને ઝડપી લઈને મુદામાલ રીકવર કર્યો છે

અન્ય ગુન્હાની કબુલાત આપી

        ઝડપાયેલ આરોપી પાસેથી બે મોબાઈલ મળી આવતા સઘન પૂછપરછમાં આરોપીએ જાંબુડિયા પાસે ઉભેલ ટ્રકમાંથી ચોરી કર્યાની તેમજ વર્ષ ૨૦૧૭ માં તેના સાગરીતો સાથે લાલપર ગામે મોબાઈલ દુકાનમાં લૂંટ કરી હોવાની કબુલાત આપી હતી

Comments
Loading...
WhatsApp chat