Billboard ad 1150*250

મોરબીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

0 143
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા કાર્યરત એ ડીવીઝન પોલીસ ટીમને સફળતા મળી છે અને ચોરીના આરોપીને ઝડપી લેવાયો છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુન્હો બન્યો હોય જે ઉકેલવા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની સુચનાથી પીએસઆઈ વી આર શુક્લ t એમજ સર્વેલન્સ સ્ટાફની ટીમના શેખાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, રણજીતસિંહ ગઢવી સહિતની ટીમે બાતમીને આધારે સરદાર બાગ પાસેથી આરોપીપ બાદલ ઉર્ફે કાલુ બંસીલાલ હઠીલા (ઉ.વ.૨૦) રહે મૂળ એમપી વાળાને ઝ્દીપ લઈને પૂછપરછ કરતા તેને હાઉસિંગ બોર્ડના મકાનમાં ચોરી કર્યાની કબુલાત અપાઈ હતી જેથી પોલીસે આરોપીની ધોરણસરની અટકાયત કરી ચોરીનો મોબાઈલ કબજે લઈને અન્ય મુદામાલ અંગે પૂછપરછ ચલાવી છે

        આ કામગીરીમાં પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી આર શુક્લ, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કલોતરા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા, જયપાલભાઈ જેસંગભાઈ અને ભાવેશભાઈ મિયાત્રા સહિતની ટીમ રોકાયેલ હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat