Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં કોંગ્રેસ રાજમાં ગામડાઓના રોડ એસ્ટીમેટ મુજબ થયા જ નથી : અજય લોરિયા

જીલ્લા પંચાયત બાંધકામ સમિતિની બેઠકમાં ચેરમેનની તફાફડી, યોગ્ય કામગીરી ના કરનાર એજન્સી સામે કાર્યવાહીના સંકેત

 

મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક તાજેતરમાં સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જે બેઠકમાં ગ્રામ્ય પંથકમાં ચાલી રહેલા રોડના કામોની ઝડપ ધીમી હોય અને ગુણવત્તા સહિતના પ્રશ્ને ચેરમેને જવાબ આપ્યા હતા જેમાં અગાઉના કોંગ્રેસ રાજમાં કામો યોગ્ય થયા ના હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા

મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ રોડ રસ્તાના કામો હાલ ચાલી રહ્યા હોય તેના વિશે ચેરમેન અજય લોરિયાએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી તો પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય પંથકમાં રોડના કામો ધીમા થતા હોય, ગુણવત્તાના પ્રશ્નો હોય તેવા કામો અટકાવવામાં આવ્યા છે તેમજ ટંકારા તાલુકામાં ચાલતા કામો જે યોગ્ય રીતે થતા ના હોય તે અટકાવવામાં આવ્યા છે અને યોગ્ય કામગીરી ના કરનાર ૨ થી ૩ એજન્સી સામે કાર્યવાહી કરવા પણ કાર્યપાલક ઈજનેર ચૌધરીને સુચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું યોગ્ય કામગીરી ના કરનાર એજન્સી સામે બ્લેક લીસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા

વધુમાં જણાવ્યું હતું કે હાલ જીલ્લા પંચાયત હસ્તકના ૧૨-૧૫ કામો ચાલી રહ્યા છે જે ધીમી ગતિએ થતા હોય અને યોગ્ય ના થતા હોવાની ફરિયાદો મળી રહી છે તો નેશનલ હાઈવેથી ગાળા ગામના રોડની ગુણવત્તા સામે પ્રશ્ન ઉઠતા હોય જે અંગે જણાવ્યું હતું કે તે સમયે તેઓ જીલ્લા પંચાયતમાં સદસ્ય પણ ના હતા કોંગ્રેસ રાજમાં ૫ વર્ષમાં એકપણ કામ યોગ્ય થયા નથી એસ્ટીમેટ મુજબ કામો ના કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat